મુકેશ અંબાણીને જાનથી મારવાની ધમકી મળી, ઈ-મેઈલ કરી 20 કરોડ રૂપિયા માંગ્યા

0
291

મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ગઈ છે. એક અજ્ઞાત શખસે રિલાયન્સ કંપનીને ઈમેલ આઈડી પર ધમકી ભર્યો મેઈલ મોકલ્યો છે. જેમાં 20 કરોડ રૂપિયાની માગણી કરી છે. પોલીસે આ મુદ્દે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પહેલા પણ મુકેશ અંબાણીને ધમકી મળી હતી, જેમાં હોસ્પિટલ અને ઘરની સુરક્ષાનો ઉલ્લેખ કરાયો હતો.