મેદાનમાં ધસી જનારા ધોનીના ભાવનગરના ચાહક સામે ગુનો નોંધાયો

0
350

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઇપીએલની મેચમાં ફરી એક વાર અમદાવાદ પોલીસની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સુક્રવારે રમાયેલી મેચ દરમિયાન ભાવનગરનો યુવક તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગી ભેટી પડ્યો હતો. અણદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.