યુપીમાં પૂલ તૂટવાથી 12 લોકો નદીમાં ખાબક્યા….

0
179

ગુજરાતમાં મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડવાના પડઘા દેશમાં હજુ શાંત નથી પડ્યાં ત્યાં ઉત્તરપ્રદેશમાં એક પુલ તુટી પડવાની ઘટના સામે આવી છે. યુપીમાં સોમવારે છઠ પૂજા દરમિયાન નદી અને તળાવમાં ડૂબવાથી 4 લોકોના મોત થઈ ગયા. ત્યાં હાજર લોકોએ ત્રણ લોકોનો જીવ બચાવી લીધો. જ્યારે એક બાળક સત્યમ યાદવ(15)નું ડૂબી જવાથી મોત થઇ ગયું છે.

ત્યારે, ચંદોલીમાં કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તુટી પડ્યો. દુર્ઘટનામાં છઠ પૂજા જોવા આવેલા 12થી વધુ લોકો કેનાલમાં પડ્યા. કેનાલમાં પાણી ઓછું હતું એટલા માટે મોટી દુર્ઘટના સર્જાઈ નહીં.આઝમગઢથી ભરસની ગામમાં નાની સરયૂ નદી છે. સવારે ગામની મહિલાઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા પહોંચી. આ દરમિયાન ઘાટ પર અંદાજિત 200 બાળકો પણ ગયા. માં ને અર્ઘ્યનો સામાન લઇને કેટલાક બાળકો નદીમાં ઉતર્યા. આ દરમિયાન બાળકો હસી-મજાકમાં એકબીજા પર પાણી ફેંકવા લાગ્યા. નદીમાં બેરિકેટિંગ ન હોવાથી બાળકોને નદીની ઉંડાઈનો અંદાજ ન હતો. તેવામાં તે ઉંડા પાણીમાં ચાલ્યા ગયા અને ડૂબવા લાગ્યા.

આઝમગઢના SP ગ્રામ્ય રાહુલ રુસિયાએ જણાવ્યું કે, ભરસની ગામથી ગોરખપુર લિંક એક્સપ્રેસ-વેનું નિર્માણ ચાલી રહ્યું છે. જેના માટે નાની સરયૂ નદીથી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામના કારણે નદી ઊંડી થઇ ગઇ. આની માહિતી ન તો સરપંચ કે ન કોઇ ગામના લોકોએ પોલીસને આપી. જો આ મામલે માહિતી તંત્રને હોત તો અહીં પર પણ બેરિકેટિંગ કરવામાં આવી હોત. અંદાજ ન મળવાના કારણે આ દુર્ઘટના થઇ ગઇ.