રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા મામલે ધરપકડ

0
552

પોર્નોગ્રાફિક વિડિયો બનાવવાના મામલામાં પોલીસના સકંજામાં આવેલા એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે તો આ મામલામાં શિલ્પા શેટ્ટીની સંડોવણી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના રેકેટમાં પોલીસે રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી બનાવ્યો છે. જોકે પોલીસે હજી સુધી શિલ્પા શેટ્ટી પર કોઈ સવાલ નથી ઉભો કર્યો પણ મોડેલ સાગરિકા શોના સુમને એવો સનસનીખેજ દાવો કર્યો છે કે, આખા રેકેટ અંગે શિલ્પા શેટ્ટી પાસે જાણકારી છે.

આ એજ મોડેલ છે જેણે પહેલા પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના રેકેટમાં રાજ કુન્દ્રા સંડોવાયેલો હોવાની શંકા જાહેર કરી હતી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મોડેલ સાગરિકાએ કહ્યુ હતુ કે, કંપનીના ડાયરેકર્ટસ અને પાર્ટનર્સમાં શિલ્પા શેટ્ટીનુ નામ છે. એવુ કેવી રીતે શક્ય હોય કે ડાયરેક્ટરને કંપનીમાં શું ચાલી રહ્યુ છે તે ખબર ના હોય, પોલીસે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવી જોઈએ.

આ પહેલા સાગરિકાએ કહ્યુ હતુ કે, એક વેબ સિરિઝ માટે મારી પાસે વોટસએપ પર ન્યૂડ ઓડિશન માંગવામાં આવ્યુ હતુ. તે વખતે રાજ કુન્દ્રા વિડિયો કોલ પર હતો. તેણે અને બીજા લોકોએ મારી સાથે બિભત્સ ભાષામાં વાતો કરી હતી. રાજ કુન્દ્રાના ચહેરા પર માસ્ક હતો પણ હું તેને ઓળખી ગઈ હતી. જો મને મુંબઈ પોલીસ પૂછપરછ માટે બોલાવશે તો હું ચોક્કસ હાજર થઈશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here