રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગે છ IAS અધિકારીની બદલી

0
536

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે શનિવારે સાંજે છ આઇએએસ અધિકારીની બદલીના હુકમો કર્યાં છે. જે પૈકી 2004ની બેચના આઇએએસ અને સેટલમેન્ટ કમિશનર હર્ષદ પટેલને રાહત નિયામક તરીકે નિમણૂક અપાઈ છે. ત્રણ આઇએએસ અધિકારી શનિવારે નિવૃત્ત થતાં આ બદલીના હુકમો કરાયાં છે. વલસાડ કલેક્ટર તરીકે આર.આર. રાવલ, શાલિની દુહાનને ગાંધીનગરના ડીડીઓ, શરીફ હુડ્ડાને સુરેન્દ્રનગરના ડીડીઓ, પરાગ ભગદેવને મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મયૂર મહેતાને બદલીને નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા વિભાગ હેઠળ ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ તરીકે મુકાયા છે. જ્યારે આર.એસ. નિનામા પાસેથી આ વધારાનો હવાલો પાછો લેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here