રાજ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 36123 થયો

0
569

રાજ્યમાં એક સમયે દરરોજ 400થી 500 કેસ નોંધાતા હતા, પરંતુ હવે દરરોજ 700થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જે ચિંતાજનક છે. રાજ્યમાં સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં નવા 725 કેસ સામે આવ્યા છે અને 18 દર્દીના મૃત્યુ થયા છે. તો સામે 486 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધી રાજ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 36123 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1945 અને 25902 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here