રાવણના ૫૧ ફૂટના પૂતળા દહન કાર્યક્રમમાં માનવમહેરામણ ઉમટી પડ્યો

0
35

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે વિજ્યાદશમી.. દશેરા ગાંધીનગરના
સે-૧૧ માં કેસરિયા ગરબા ગ્રાઉન્ડ પાસે સહાય ફાઉન્ડેશનના ઉપક્રમે દશેરા નિમિત્તે
યોજાયેલ રાવણના ૫૧ ફૂટના પૂતળા દહન કાર્યક્રમમાં માનવમહેરામણ ઉમટી પડ્યો
હતો. નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ પૂતળાને ધારાસભ્ય શ્રીમતી રીટાબેન
પટેલે દાહ દીધો હતો. દહનપૂર્વે યોજાયેલ ભવ્ય અને આકર્ષક આતશબાજી તથા આકાશે
ઊડતા હનુમાનજી નિહાળીને લોકો અભિભૂત થઈ ગયા હતા. રાવણને બળતો જોઈ
બાળકોએ હર્ષની કિકિયારીઓથી માહોલ ગજવી દીધો હતો. ભાજપા અગ્રણી કેતનભાઈ
પટેલ અને સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગર પટેલની રાહબરી હેઠળ સંપન્ન થયેલ આ
કાર્યક્રમ પ્રસંગે ભાજપ મહાનગર પ્રમુખ ઋચિર ભટ્ટ, મહામંત્રી કનુભાઈ દેસાઈ સહિત
અગ્રણીઓ, કોર્પોરેટરો તથા આમંત્રિતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય
છે કે પાટનગરમાં રાવણદહન ૧૮મી વખત અને સહાય ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે સંપન્ન થયો છે.