રાહુલ ગાંધીએ ખાલી કર્યો બંગલો…

0
293

લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે (22 એપ્રિલ) સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું હતું. માનહાનિના કેસમાં દોષી જાહેર થયા બાદ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ તેમનો તમામ સામાન તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ખાલી કરી લીધો હતો. પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ દિલ્હીમાં 12, તુગલક લેન ખાતેના બંગલામાં રહેતા હતા.તેમણે તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય નેતાઓની હાજરીમાં લોકસભા સચિવાલયને બંગલો સોંપ્યો હતો. સરકારી આવાસ ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ ઘર મને દેશની જનતાએ 19 વર્ષ માટે આપ્યું છે. હું તેમનો આભાર માનવા માગુ છું. હું તેને ખાલી કરું છું. આજકાલ સત્ય બોલવાની એક કિંમત છે, હું એ કિંમત ચૂકવતો રહીશ. કોઈએ તો સાચું બોલવું જોઈએ, હું બોલી રહ્યો છું.”