લિયોનાર્ડોએ દિલ્હીના પ્રદૂષણ પર વ્યક્ત કરી ચિંતા

0
1269

અભિનેતા લિયોનાર્ડો ડિકેપ્રિયો ગ્લોબોલ વૉર્મિંગ અને તેના પર્યાવરણ પર પ્રભાવને લઈને હંમેશા વાતચીત કરતા રહે છે. હવે તેમણે દિલ્હીના પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક્ટરે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે. નોટ સાથે કેટલાક ફોટોસ પણ શેર કર્યા છે. પોતાની નોટમાં લિયોનાર્ડો ડિકેપ્રિયોએ લખ્યું છે કે, “1500થી વધુ લોકો દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ભેગા થયા. તેઓ શહેરમાં વધતા પ્રદૂષણ પર તરત કાર્રવાઈ કરવાની માંગ કરી રહ્યા છે. WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં વાયુ પ્રદૂષણથી દર વર્ષે 15 લાખ લોકોના જીવ જાય છે. આ આંકડાઓ વાયુ પ્રદૂષણને ભારતનો પાંચમો સૌથી મોટો કિલર બનાવે છે.”

આગળ તેણે લખ્યું કે, તમામ ઉંમરના લોકો આ પ્રદર્શનમાં સામેલ થયા, જેના કારણે તેમના પર કાર્રવાઈ કરવામાં આવી. ભારતના વડાપ્રધાનના કાર્યાલયે વિરોધ પ્રદર્શનના કેટલાક કલાકોમાં જ આ મામલે ધ્યાન આપીને એક ખાસ પેનલની રચના કરી છે. જેમણે ખાસ રિપોર્ટ તૈયાર કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here