લેન્સના કારણે જેસ્મિન ભસીનનો કોર્નિયા ડેમેજ…

0
161

34 વર્ષીય અભિનેત્રી જૈસ્મીન ભસીન સાથે એક દુર્ઘટના થઈ ગઈ છે. જેના કારણે તેને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે અભિનેત્રી એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહી હતી અને તેણે આંખમાં લેન્સ પહેર્યા. લેન્સ પહેર્યાની સાથે જ તેને આંખમાં બળતરા શરૂ થઈ ગઈ અને થોડી જ વારમાં દેખાતું પણ બંધ થઈ ગયું. અભિનેત્રીને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં તેને ખબર પડી કે લેન્સના કારણે તેની આંખના કોર્નિયા ડેમેજ થઈ ગયા છે. ટીવી અભિનેત્રી જૈસ્મીન ભસીન 17 જુલાઈએ દિલ્હીની એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ઇવેન્ટ માટે તૈયાર થતી વખતે તેણે આંખમાં લેન્સ પહેર્યા હતા ત્યારબાદ તેને આંખમાં અચાનક બળતરા અને દુખાવો થવા લાગ્યો. પરંતુ વર્ક કમિટમેન્ટના કારણે તેણે ઇવેન્ટ ચશ્મા પહેરીને પૂરી કરી લીધી. ઇવેન્ટ પૂરી થતાં જ તે ડોક્ટર પાસે પહોંચી અને આંખનું ચેકઅપ કરાવ્યું.