લૉસ ઍન્જલસમાં ‘RRR’ના સ્ક્રીનિંગમાં જુનિયર એનટીઆરની પ્રશંસા કરી રાજામૌલીએ

0
219

લૉસ ઍન્જલસમાં ‘RRR’નું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. એ દરમ્યાન ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ જુનિયર એનટીઆરની ભરપૂર પ્રશંસા કરી છે. હાજર સૌકોઈએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. આ ફિલ્મ ગોલ્ડન ગ્લોબની બે કૅટેગરી, બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ સૉન્ગ (નાટુ નાટુ)ની રેસમાં સામેલ છે. આ ફિલ્મ દેશ અને દુનિયામાં ખૂબ પસંદ પડી છે. બૉક્સ-ઑફિસ પર પણ એણે શાનદાર કલેક્શન કર્યું છે. હવે લૉસ ઍન્જલસમાં આયોજિત સ્ક્રીનિંગમાં હાજર લોકોએ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે. એ દરમ્યાન હાજર એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘આ ફિલ્મનું ગીત ‘કોમુરામ ભીમુડુ’ને ડિરેક્ટ કરવું મારા માટે બેસ્ટ વસ્તુ હતી. એ મારા માટે અત્યારની ફિલ્મોમાંનું ફેવરિટ છે, કારણ કે એનટીઆર ગ્રેટ પર્ફોર્મર છે. જો તમે તેની એક આઇબ્રો પાસે પણ કૅમેરા રાખશો તો તે તેની એક આઇબ્રો દ્વારા પર્ફોર્મ કરશે એટલો તે ઉત્કૃષ્ટ કલાકાર છે.’