વડાપ્રધાન મોદી આજે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે

0
786

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે.વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે.

વડાપ્રધાન મોદી આવતી કાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા વડાપ્રધાન મોદીઅ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here