વર્ગ-4ના કર્મચારીઓ માટે રૂ. 7000ની મહત્તમ મર્યાદામાં દિવાળી બોનસ આપવાનો નિર્ણય….

0
466

ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો પૂર્વે વર્ગ-4ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રૂ. 7000ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઊજવી શકે એ માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રૂ.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.