વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’માં PM મોદી સાથે સામેલ થશે શાહરુખ ખાન

0
298

દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024માં યોજાવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં દુનિયાની તમામ મોટી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે તુર્કીના પીએમ અને કતારના શેખ મોહમ્મદ બિન હમદ અલ તાહિનીનું નામ સામેલ છે. આ ઈવેન્ટ 14મી ફેબ્રુઆરીના રોજ દુબઈમાં થવા જઈ રહી છે. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સ્પીચ પણ છે. આ સ્પીચ લગભગ 15 મિનિટનું હશે. આ ખાસ અવસર પર શાહરૂખ મેકિંગ ઓફ અ સ્ટારની થીમ પર બોલવાનો છે. આ ચર્ચાને ‘ધ મેકિંગ ઓફ અ સ્ટારઃ અ કન્વર્સેશન વિથ શાહરૂખ ખાન’ નામ આપવામાં આવ્યું છે. આમાં શાહરૂખ ખાન તેના સ્ટારડમ અને લાઈફ જર્ની સફર વિશે વાત કરશે. નરેન્દ્ર મોદી પણ આ સમિટને એડ્રેસ કરશે.