વહીવટીતંત્ર દ્વારા જુના સેકટરો સાથે સાવકા જેવો વર્તાવ : સે. ૨૯ના રહીશોની દયનીય દશા

0
328

ગાંધીનગર ઝડપી વિકાસકામોની સાથે વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ પણ ખૂબ જ વિસ્તરી રહ્યું છે. પરંતુ વિકાસની દોટમાં વહીવટીતંત્ર દ્વારા જૂના સેક્ટરો સાથે સાવકાની જેમ વર્તાવ થઈ રહ્યો હોય તેવું રહીશો અનુભવી રહ્યા છે. સૌથી જૂના એવા સે.૧૬ થી સે.૩૦માં રોડ-રસ્તા, રહેણાંકો અને પાણી-ગટર સહિતની અનેકવિધ બાબતોમાં સ્થિત દયનીય બની છે.

શહેરના સ્થાપના સમયે સૌ પ્રથમ નિર્માણ પામેલ સેકટરો પૈકી સે.૨૯ની સ્થિતિ પ્રાથમિક સુવિધાઓ બાબતે સૌથી ખરાબ રહી છે. જૂના
બિસ્માર સરકારી ઈમારતો ધ્વંશ કરવા ઉપરાંત રોડ-રસ્તાની કાળજી ન લેવાતાં રહીશોની દશા કફોડી બની છે. ઊભરાતી ગટરોને કારણે ગંદકી, દુર્ગંધથી રહીશો ત્રાહિમામ્ પોકારી ગંભીર રોગચાળાના ભયથી થથરે છે. પાણી પુવરઠો પણ પૂરતાં ફોર્સથી આપવામાં ન આવતાં
સ્થિતિ વધુ ખરાબ બની છે. ઠેર ઠેર ગંદકી, સ્ટ્રીટ લાઈટોના ધાંધિયા રોજિંદી સમસ્યાઓ બની છે.અનેકવાર ફરિયાદો કરવા છતાં તંત્ર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતાં રહીશોમાં સાઘાત રોષ ફેલાયો છે. તંત્ર સે.૨૯ સાથેનો સાવકો વર્તાવ છોડી સમસ્યાઓના ઉકેલ માટે કાર્યવાહી ક્યારે કરશે…?!