વાઇબ્રન્ટની તડામાર તૈયારી વચ્ચે પાટનગરમાં કોરોનાના 23 કેસ

0
334

ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ વચ્ચે પાટનગરમાં મંગળવારે કોરોનાના 23 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં કુલ 35 કેસ થયા છે. જાન્યુઆરીના માત્ર 4 દિવસમાં જ જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 105એ પહોંચ્યો છે. માત્ર 7 જ દિવસમાં કોરોનાના કેસમાં ચિંતાજનક 5 ગણો વધારો નોંધાયો છે. મંગળવારે નોંધાયેલા કેસમાં 9 વિદ્યાર્થી, આર્મી જવાનની પત્ની, પુત્ર અને પુત્રી સંક્રમિત થયાં છે જ્યારે ગૃહિણી સહિત સંક્રમિત થયા છે.માત્ર એક જ સપ્તાહમાં કોરોના કેસમાં 5 ગણો વધારો થયો છે. આથી વર્ષ 2022ના પ્રથમ મહિનાના માત્ર 4 જ દિવસમાં કોરોનાના કેસનો આંકડો 105એ પહોંચ્યો છે. કોરોનાનું સંક્રમણ પાટનગર બાદ માણસા, કલોલ અને દહેગામ તાલુકા સુધી પહોંચી ગયું છે.

આગામી સમય વધારે સાવચેતીવાળો બની રહેશે.કોરોનાગ્રસ્તના સંપર્કવાળા 130 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી નવા 12 કેસ નોંધાયા છે.જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમના માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી માતાના સંપર્કમાં રહેલા ડીડીઓ, તેમના પતિ સહિત પરિવારના પાંચ વ્યક્તિઓએ કોરોનાનો ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here