વિશ્વનાં સૌથી પ્રતિષ્ઠિત દેશમાં મોદીના નામની મોટી રેલી, ટ્રમ્પ સાથે આખું અમેરિકા જોતું રહેશે

0
1362

અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 22મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. જી હા વ્હાઇટ હઉસે રવિવારના રોજ મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આ કાર્યક્રમ ઐતિહાસિક હશે કારણ કે ઇતિહાસમાં પહેલી વખત છે જ્યારે ભારતીય સમુદાયના 50000થી વધુ લોકોને દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોના નેતા એક સાથે સંબોધિત કરશે. બીજીબાજુ મોદી અને ટ્રમ્પની આ જુગલબંધી પાડોશી દેશ પાકિસ્તાન માટે એક ઝાટકાથી કમ નથી, જે કાશ્મીરને લઇ અમેરિકન રાષ્ટ્રપતિને મધ્યસ્થતાનું રટણ કરવામાં લાગ્યું છે.

હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાનાર આ મેગા ઇવેન્ટમાં 50000થી વધુ ઇન્ડો-અમેરિકન લોકો આવે તેવી સંભાવના છે. આટલા રજીસ્ટ્રેશન અત્યાર સુધી થઇ ચૂકયા છે. તેના સંબંધમાં વ્હાઇટ હાઉસના મીડિયા સચિવ સ્ટેફિનીએ નિવેદન રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે મોદી અને ટ્રમ્પની આ જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની અગત્યની તક હશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે પીએમ ઓફિસની તરફથી તેના માટે આમંત્રણ આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here