વેલેન્ટાઇન્સ ડે પર પ્રિયંકાએ પતિને આ અંદાજમાં વિશ કર્યુ..

0
298

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી રહી છે. બોલિવૂડની ‘દેસી ગર્લ’  એ આ અમેરિકન સિંગર સાથે ડિસેમ્બર 2018 માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. નિક અને પ્રિયંકાએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા અને હવે તેઓ એક પુત્રી માલતી મેરી ચોપરા જોનાસના માતા-પિતા છે.

પ્રિયંકા અને નિક ખૂબ જ રોમેન્ટિક છે અને સોશિયલ મીડિયા પર ઘણી વખત તેમનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. વેલેન્ટાઈન ડે  પર પ્રિયંકાએ બેડ પર સૂઈને ખૂબ જ બોલ્ડ અંદાજમાં તેના પતિને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે, જેને જોઈને તેના ફેન્સ દંગ રહી ગયા છે. તમે પણ એક નજર નાખી લો.આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ચોપરા તેના બેડ પર સૂઈ રહી છે. આ પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોના સ્ક્રીનશૉટ્સ છે, જેને અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.

વીડિયોમાં પ્રિયંકા બેડ પર સફેદ ચાદર ઓઢીને બેઠી છે. તેના નાઈટ વિયરના પાતળા સ્ટ્રેપ્સ પણ દેખાઈ રહ્યાં છે અને એવું લાગે છે કે તે હમણાં જ જાગી ગઈ છે. વીડિયોને સાંભળ્યા બાદ એવું લાગે છે કે નિક બેકગ્રાઉન્ડમાં ગીત ગાઈ રહ્યો છે.