‘શહઝાદા’નો પહેલા દિવસનો બિઝનેસ ફક્ત ૬ કરોડ….

0
295

​કાર્તિક આર્યનની ‘શહઝાદા’નો પહેલા દિવસનો બિઝનેસ ફક્ત ૬ કરોડ રૂપિયા થયો છે. બૉક્સ-ઑફિસ પર હજી પણ શાહરુખ ખાનની ‘પઠાન’ દરેક ફિલ્મને ટક્કર આપી રહી છે. ‘શહઝાદા’ની રિલીઝના પહેલા દિવસે એક પર એક ટિકિટ ફ્રી આપવામાં આવી હતી. આ ટિકિટની ઑફર છતાં ફિલ્મનો બિઝનેસ ખૂબ ઓછો થયો છે. પહેલા દિવસે ૬ કરોડના બિઝનેસ બાદ ગઈ કાલે મહાશિવરાત્રિ નિમિત્તે અને આજે રવિવાર હોવાથી ફિલ્મ સારો બિઝનેસ કરે એવી આશા છે. આ ફિલ્મને વીક-એન્ડમાં એક સારા બૂસ્ટની જરૂર છે. ફિલ્મમાં કાર્તિક આર્યનને બાદ કરવામાં આવે તો ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ રહે એ મુશ્કેલ છે. આથી ફિલ્મ ૬ કરોડનો બિઝનેસ કર્યો એ પણ ફક્ત અને ફક્ત કાર્તિકના દમ પર છે. જોકે આ ફિલ્મને તેણે પોતે પ્રોડ્યુસ કરી છે.