શહેરીજનોએ હવેથી પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે,

0
405

ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાન રાખવા માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની જેમ જ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરતી નીતિ તૈયાર કરી સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂરી આપી દેવાઈ છે. જેનો અમલ આગામી ટૂંક સમયમાં શરૂ થશે.શ્વાનના માલિકે ફરજિયાતપણે પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો અંતગર્ત હવેથી શહેરી વિસ્તારમાં દરેક પાલતુ શ્વાનના માલિકે ફરજિયાતપણે પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ રજિસ્ટ્રેશન માટે વાર્ષિક રૂ.200 જેટલી ફી નક્કી કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન કરાવતી વખતે માલિકે પોતાના આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમ કે ટેક્સ બિલ, શ્વાનનો ફોટોગ્રાફ અને ખાસ કરીને શ્વાનનું એન્ટિ-રેબીઝ રસીકરણ કરાયું હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. જો શ્વાનની માલિકી બદલાય તો પણ નવા માલિકે નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.પાલતુ શ્વાન જાહેરમાં ગંદકી કરશે તો તેના માલિકને 500 દંડ ફટકારવામાં આવશે