શાક વિતરક અને વેપારીઓને 1 લાખ પાસનું વિતરણ કરાયું 

0
866

જીવન આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ સરળતાએ નાગરિકોને મળી રહે તે માટે ફેરિયાઓ-છૂટક વેપારી-કર્મીઓને ૧ લાખ પ૯ હજાર પાસ ઇસ્યુ થયા,મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, પ્રજાજનો-નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સરળતાએ મળી રહે તે માટે ફેરિયાઓ, નાના વેપારીઓ, આવશ્યક સેવાના શ્રમિક કર્મીઓ સહિત ૧.પ૯ લાખ વ્યકિતઓ માટે પાસ સંબંધિત સ્થાનિક તંત્ર વહિવટી તંત્ર તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિશ્વવ્યાપી આ મહામારી સામે લડવા માટે જરૂરી ફંડ ઊભું કરવા મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં જનતા જનાર્દનને ફાળા-યોગદાન માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલી અપિલનો વ્યાપક પ્રતિસાદ આપતાં સોમવાર બપોર સુધીમાં આ નિધિમાં ર૭ કરોડ રૂપિયાની રાશિ સ્વૈચ્છિક દાતાઓ, ધર્મસંગઠનો, સેવાવ્રતીઓએ જમા કરાવી છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આપી હતી. શ્રી અશ્વિનીકુમારે રાજ્યમાં દૂધ-શાકભાજી-ફળફળાદિ વગેરેના પુરવઠાની ઉપલબ્ધિની વિગતો આપતાં ઉમેર્યુ કે, સોમવારે રાજ્યના નાગરિકોને ૪૪.૮ર લાખ લિટર દૂધનું વિતરણ થયું છે. દૂધ ઉપરાંત દૂધની અન્ય બનાવટ-મિલ્ક પ્રોડકટસનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં છે તેની છણાવટ કરતાં તેમણે કહ્યું કે, ૮૧૦૦ મે.ટન બટર-માખણ, ૩રપ૦૦ મે.ટન મિલ્ક પાવડર, ૧૧૦ મે.ટન પનીર અને ૩૭પ મે.ટન ચીઝ અત્યારે ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં શાકભાજી અને ફળફળાદિ પણ બેરોકટોક નિયમીતપણે આવતા રહ્યા છે. સોમવારે રાજ્યમાં ૧ લાખ ૭ હજાર ૪૪૦ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં, ર૧૮૯પ કવીન્ટલ બેટેટા, રપ૪૭ર કવીન્ટલ ડુંગળી, ૧૦૬૭૮ કવીન્ટલ ટામેટા અને ૪૯૧૭૬ કવીન્ટલ અન્ય લીલા શાકભાજી આવ્યા છે. ચૈત્રી નવરાત્રિના પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત કરનારા લોકોને ફળફળાદિ પણ પૂરતી માત્રામાં મળી રહે છે. રાજ્યમાં આવા ૧પ૪૩૬ કવીન્ટલ ફળોની સોમવારે આવક થઇ છે તેમાં સફરજન ૭૮૦ કવીન્ટલ, કેળાં પ૬ર કવીન્ટલ અને અન્ય ફળો દ્રાક્ષ-ટેટી-તડબૂચ વગેરે ૧૪૦૯૩ કવીન્ટલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here