શાહરુખ ખાને કંઈક આવા અંદાજમાં ઉજવી હોળી

0
1061

બૉલીવુડના કિંગ ખાન એટલે શાહરુખ ખાન (Shah Rukh Khan)એ કંઈક આવી રીતે હોળી (Holi 2020) સેલિબ્રેટ કરી છે, સાથે જ ટ્વીટ કરીને ફૅન્સને આવો સંદેશો આપ્યો છે. આખા દેશમાં જ્યાં હોલી હૈ… હોલી હૈની ધૂમ છે અને સેલેબ્સ સતત પોતાના ફૅન્સને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યાં બૉલીવુડની કિંગ ખાન રંગથી નહીં પરંતુ સૂર્યની રોશની સાથે હોળી સેલિબ્રેટ કરી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાદશાહ એટલે શાહરુખ ખાન હાલ તો ફિલ્મોથી દૂર છે પરંતુ તેઓ હંમેશા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૅન્સ સાથે વાતો શૅર કરતા રહે છે. હોળીના દિવસે પણ એક્ટર શાહરુખ ખાન ટ્વિટર દ્વારા પોતાના ફૅન્સની સાથે વાતચીત કરતા નજર આવ્યા. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને ફૅન્સને હોળીના દિવસે આ સંદેશો આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here