શાહરૂખ ખાનને 4 માળની બિલ્ડિંગને ક્વોરોન્ટાઈન કેન્દ્ર બનાવવાની ઓફર કરી

0
784

કોરોના વાયરસ મહામારી સામે જંગમાં હવે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. તેણે પોતાની કંપની, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ, રેડ ચિલીઝ વીએફએક્સ, આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકોતા નાઈટ રાઈડર્સ અને પોતાના મીર ફાઉન્ડેશન દ્વારા મદદની જાહેરાત કરી હતી. સંકટના સમયમાં શાહરૂખે વધુ એક મોટું પગલું લીધું છે.
શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરીએ 4 માળની બિલ્ડિંગને ક્વોરોન્ટાઈન કેન્દ્ર બનાવવાની ઓફર કરી છે. પૂજા દદલાણીએ આ અંગેનું ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું, મુંબઈના લોકો માટે એકજૂથ થવાનો સમય છે. ચાલો સાથે મળીને લડીએ. શાહરૂખ ખાન તરફથી આ એક નિઃસ્વાર્થ કદમ છે. જે મારી આસપાસના લોકો માટે ઉદાહરણરૂપ કામ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here