શિલ્પા અને રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા પર માનહાનિનો કેસ કર્યો

0
662

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરાને માનહાનિની ​​નોટિસ મોકલી છે. આ સાથે જ આ બૉલિવૂડ કપલે અભિનેત્રી પાસેથી 50 કરોડનું નુકસાન પણ માંગ્યું છે. શિલ્પા અને રાજે અનેક વખત ચેતવણી આપ્યા બાદ આ કાર્યવાહી કરી છે. આ પહેલા શિલ્પા અને રાજના વકીલે કહ્યું હતું કે, `શર્લિન ચોપરા મીડિયામાં જે પણ નિવેદન આપી રહી છે, તે કાયદાકીય માળખામાં હોવું જોઈએ. મારા અસીલ સામે પ્રેસ કોન્ફરન્સ યોજવી તેને બદનામ કરવાના ષડયંત્રનો એક ભાગ છે. શર્લિન ચોપરાએ ઉપયોગ કરેલા શબ્દોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શર્લિન ચોપરાએ 14 ઓક્ટોબરે રાજ અને શિલ્પા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. શર્લિને છેતરપિંડી અને માનસિક ત્રાસ માટે આ ફરિયાદ નોંધાવી હતી. શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા પર લગાવેલા તમામ આરોપો બનાવટી, ખોટા, વ્યર્થ, પાયાવિહોણા અને કોઈ પુરાવા વગરના છે, એમ શિલ્પા અને રાજના વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ બધું શર્લિન ચોપરા રાજ અને શિલ્પાની છબીને બદનામ કરવા અને પૈસા પડાવવા માટે કરે છે.

હકીકતે શર્લિને રાજ કુન્દ્રા સામે ફરિયાદ નોંધાવતી વખતે કહ્યું હતું કે, મેં જેએલ સ્ટ્રીમ કંપની માટે ત્રણ વીડિયો શૂટ કર્યા હતા, પરંતુ મને ડીલ મુજબ પૈસા આપવામાં આવ્યા ન હતા. તમે છોકરીઓને તેમનું શરીર બતાવવા માટે તેમની ચૂકવણી કેમ નથી કરતા, તમે તેમને કેમ છેતરો છો? તમે તેમને ટોપીઓ કેમ પહેરાવો છો? શું આ નૈતિક વ્યવસાય છે?

બીજી બાજુ શિલ્પા શેટ્ટીએ તેના નિવેદનમાં કહ્યું છે કે તેને જેએલ સ્ટ્રીમ સાથે કોઈ લેવાદેવા નથી. રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જામીન પર બહાર છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં શર્લિને રાજ કુદ્રા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. શર્લિને કહ્યું હતું કે રાજ કુન્દ્રા જ તેને આ અશ્લીલ ઉદ્યોગમાં લાવ્યા હતા. અગાઉ, એપ્રિલ 2021 માં શર્લિને રાજ કુન્દ્રા સામે જાતીય શોષણનો આરોપ લગાવતા FIR દાખલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here