બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા રૂ.60 કરોડના કથિત છેતરપિંડી કેસને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. વેપારી દીપક કોઠારી નામના વ્યક્તિએ દંપતી પર આરોપ લગાવ્યો છે કે તેમણે બિઝનેસના નામ પર આ રકમ લીધી હતી, પરંતુ તેનો ઉપયોગ અંગત ખર્ચમાં કર્યો હતો.
આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં સુનાવણી હાથ ધરી હતી અને દંપતીને રૂ.60 કરોડની રકમ જમા કરાવવા માટે નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ રકમ જમા કરાવ્યા બાદ જ તેમની અરજી પર વિચારણા થઈ શકે છે.બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં સમાચારમાં છે. ગઈકાલે, પોલીસ ₹60 કરોડના છેતરપિંડીના કેસમાં તેમના ઘરે પહોંચી હતી, જ્યાં અભિનેત્રીની સાડા ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હવે, મુંબઈ હાઈકોર્ટે વિદેશ પ્રવાસની પરવાનગીના મુદ્દા પર ટિપ્પણી કરી છે.






