શિલ્પા શેટ્ટીએ પતિ રાજ સાથે વર્કઆઉટ કર્યું

0
889

શિલ્પાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, મેં થોડાં દિવસ પહેલાં વિઆનની સાથે એક નાનકડો એક્સરસાઈઝ વીડિયો શૅર કર્યો હતો અને લોકોએ મને પૂરો વર્કઆઉટ વીડિયો શૅર કરવાનું કહ્યું હતું. મારી પાસે પૂરો વર્કઆઉટ વીડિયો નથી પરંતુ આર્કાઈવમાં જે છે, એ શૅર કરું છું. મારું માનવું છે કે જે પરિવાર સાથે જમે છે, પ્રાર્થના સાથે કરે છે અને વર્કઆઉટ સાથે કરે છે, તે હંમેશાં સાથે રહે છે.

વધુમાં શિલ્પાએ કહ્યું હતું, અનેકવાર હું અને રાજ સવારના સમયે વર્કઆઉટ કરતા હોઈએ છીએ અને વિઆન પણ સાથે હોય છે. અમને ખબર છે કે તેને આમાં મજા આવતી નથી તો અમે જ્યારે એબ્સ વર્કઆઉટ કરીએ ત્યારે તેને સ્લાઈડ યા જમ્પિંગ કરવા દઈએ છીએ. અમારા વર્કઆઉટથી પેટના મસલ્સ મજૂબત બને છે અને સાથે જ માઈન્ડ-બૉડીના કો-ઓર્ડિનેશન સ્ટ્રોંગ બને છે. આ એક સારી સવાર હતી, જે અમે સાથે પસાર કરી. આશા છે કે તમે બધા જ ઘરમાં હશો અને સલામત હશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here