શું ખરેખર ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગિફ્ટ સિટીમાં યોજાશે ?….

0
187

તાજેતરમાં જ ગુજરાત સહિત દેશભરતમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ચર્ચામાં છે, ગિફ્ટી સિટીમાં ગુજરાત સરકારે કેટલાક નિયમોને આધિન દારૂબંધીમાંથી છૂટછાટ આપી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં છૂટછાટ અપાયા બાદ આ મુદ્દો ખુબ ચર્ચામાં આવ્યો છે, પરંતુ હવે ફરી એકવાર ગિફ્ટ સિટી ચર્ચામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, આગામી દિવસોમાં ગાંધીનગર ગિફ્ટ સિટી માં નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાઇ શકે છે. આ માટે ગુજરાત ટૂરિઝમની બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી માં આગામી દિવસોમાં વિકાસના કાર્યો પુરજોશમાં શરૂ થઇ શકે છે. હાલમાં જ સમાચાર છે કે, આજે ગુજરાત સરકારની ગુજરાત ટૂરિઝમની બેઠક મળવાની છે, આ બેઠકમાં એક મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે, કહેવાઇ રહ્યું છે કે, ગિફ્ટ સિટી માં નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાઇ શકે છે. જો આમ થશે તો હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય તેવો ફિલ્મફેર એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર, ગિફ્ટ સિટીમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, આગામી ૨૮મી જાન્યુઆરીએ ફિલ્મફેર એવોર્ડ યોજવા પૂરજોશમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યુ છે, કરોડોનો ખર્ચે ગિફ્ટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.