શું ‘રામાયણ’ માટે યશ ૧૫૦ કરોડ રૂપિયા લેશે????

0
532

આ ફિલ્મમાં રામની ભૂમિકામાં રણબીર કપૂર, સીતાના રોલમાં સાઈ પલ્લવી અને રાવણના રોલમાં યશ જોવા મળશે.નિતેશ તિવારી ફિલ્મ ‘રામાયણ’ બનાવી રહ્યો છે. એ માટે કન્નડ સુપરસ્ટાર યશ ૧૫૦ કરોડ રૂપિયા લેશે એવી ચર્ચા છે. ‘KGF’માં તેના પર્ફોર્મન્સની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હવે તે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. નિતેશ તિવારીની ‘રામાયણ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રામની ભૂમિકામાં રણબીર કપૂર, સીતાના રોલમાં સાઈ પલ્લવી અને રાવણના રોલમાં યશ જોવા મળશે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. ‘KGF’નો ત્રીજો પાર્ટ પણ બનવાનો છે. જોકે તે બૉલીવુડમાં કામ કરવા માટે સમય ફાળવશે અને સાઉથ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો રહેશે. તેની ‘KGF 3’ ૨૦૨૫માં રિલીઝ થશે. ‘રામાયણ’નો તેનો લુક હટકે રહેશે. એના પર તેણે ચર્ચા શરૂ કરી દીધી છે. સાથે જ તેણે ફિઝિક પર પણ કામ શરૂ કરી દીધું છે. એવું જાણવા મળ્યું છે કે ભગવાન રામનો રોલ ભજવવા માટે રણબીરે આલ્કોહૉલ અને નૉન-વેજ છોડી દીધાં છે. આ બધી તો હાલમાં ચર્ચા છે, એમાં કેટલી વાસ્તવિકતા છે એ નથી જાણવા મળ્યું.