શોભિતા ધુલિપાલાની લગ્ન પૂર્વેની વિધિઓ શરૂ…..

0
181

શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્ય અન્નપૂર્ણા સ્ટુડિયોઝ ખાતે 4 ડિસેમ્બરનાં રોજ લગ્નગ્રંથિમાં જોડાશે. તે પહેલાં શોભિતાની પેલ્લી કુતુરુ વિધિ યોજાઈ હતી, જે પરંપરાગત રીતે કન્યા પક્ષે કરવામાં આવી હતી. તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં, શોભિતા વડીલોના આશીર્વાદ લેતાં નજરે પડે છે. શોભિતા આ વિધિમાં રેડ એન્ડ ગોલ્ડન રંગની સાડી સાથે પરંપરાગત તેલુગુ સ્ટાઇલ બોત્તુ(માથે પહેરેલો ટીકો)માં સુંદર અને ખુશખુશાલ દેખાઇ રહી હતી. ફોટોઝમાં તે તેના પરિવાર સાથે જીવનની સુંદર અણમોલ પળો શેર કરતી જોવા મળી હતી. જેમાં તેઓ લગ્ન પહેલાંની વિધિના ભાગરૂપે તેના પગને હળદરની પેસ્ટથી ઘસતા અને તેની આરતી ઉતારતા જોવા મળ્યા હતાં. આ ફોટોઝમાં શોભિતા વડીલોના આશીર્વાદ લેતાં તેમજ વિધિ પત્યા પછી પોઝ આપતાં ઘણી ખુશ જોવા મળે છે. આ ફોટોઝ નીચે રાશી ખન્ના સહિત ઘણાંબધાં ચાહકોએ પણ કમેન્ટ્સ કરી હતી.