શ્રી રામ રાઘવન દ્વારા ડિરેક્ટ , કેટરીના કૈફ ની “મેરી ક્રિસ્મસ” ૧૨ જાન્યુઆરી એ થશે રિલીઝ ….

0
306

કૅટિરના કૈફનું કહેવું છે કે શ્રીરામ રાઘવન સાથે કામ કરવું તેના બકેટ લિસ્ટમાં હતું. તેની ‘મેરી ક્રિસમસ’ બારમી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિએ કામ કર્યું છે જેને શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કામ કરવા વિશે પૂછતાં કૅટરિનાએ કહ્યું કે ‘શ્રીરામ રાઘવન સાથે કામ કરવાનું મારા બકેટ લિસ્ટમાં હતું અને તેઓ મારા ફેવરિટ ડિરેક્ટરમાંના એક છે. મેં જ્યારે આ સ્ટોરી સાંભળી ત્યારે મને તેમની સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો એના જ વિચારોમાં ખોવાઈ ગઈ હતી અને એ પણ આટલી અદ્ભુત સ્ટોરીમાં. મારા માટે આ ફિલ્મ પર્ફેક્ટ છે અને એથી જ મેં અને સરે આ ફિલ્મમાં સાથે કામ કરવાનું નક્કી કર્યું.’

આ ફિલ્મની સ્ટોરી એક રાતની છે જેમાં બે અજાણી વ્યક્તિ ફરે છે. આ વિશે વાત કરતાં કૅટરિનાએ કહ્યું કે ‘આ એક અલગ જ ફિલ્મ છે અને એની સ્ટાઇલ અને રિધમ પણ એકદમ અલગ છે. શ્રીરામ રાઘવનની દુનિયામાં એન્ટર થવા માટે મારે ઓપન માઇન્ડ સાથે કામ કરવું જરૂરી હતી. મેં જુદા-જુદા લોકો સાથે વર્કશૉપ કરી હતી અને શ્રીરામ સરે પણ કેટલીક વર્કશૉપ સાથે કરી હતી. મને આ રીતે કામ કરવાનો અનુભવ ખૂબ જ ગમ્યો હતો.’