શ્રીકુમાર પ્રભાકરને વીએમ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં વડા તરીકે પદભાર સંભાળ્યો

0
1002

એર માર્શલ શ્રીકુમાર પ્રભાકરન વીએમએ 04 નવેમ્બર, 2019નાં રોજ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં હેડક્વાર્ટરનાં સીનિયર એર સ્ટાફ તરીકે જવાબદારી સંભાળી હતી. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ગ્રેજ્યુએટ છે અને 22 ડિસેમ્બર, 1983માં ભારતીય વાયુદળમાં ફાઇટર પાયલોટ તરીકે જોડાયા હતા. તેમણે 4800થી વધારે કલાક સિંગલ એન્જિન ફાઇટર/ટ્રેનર એરક્રાફ્ટ તરીકે પસાર કર્યા છે. તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનમાં પણ ગ્રેજ્યુએટ છે અને નવી દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

તેમણે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી સૂર્યકિરણ એરોબેટિક ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે વર્ષ 2007થી વર્ષ 2010 સુધી બે ફ્લાઇંગ બેઝ અને ઇજિપ્તનાં કાઇરોમાં ડિફેન્સ એટેચનું નેતૃત્વ કર્યું હતું. એર હેડક્વાર્ટર્સમાં તેઓ એર સ્ટાફ (ઇન્ટેલિજન્સ)નાં ચીફ તરીકે અને ડાયરેક્ટર જનરલ (ઇન્સ્પેક્શન અને સેફ્ટી) તરીકે નિમાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here