શ્રીલંકાને ઓલઆઉટ કરી ભારતીય ટીમે 91 રનથી જીતી મેચ, 2-1થી જીતી ટી-20 સીરીઝ

0
266

રાજકોટમાં રમાયેલી છેલ્લી ટી20 મેચમાં ભારતીય ટીમે રોમાંચક જીત મેળવીને સીરીઝ જીતી છે. રાજકોટમાં રમાયેલી છેલ્લી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય ટીમે 91 રનથી જીત મેળવી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેેંટિગ કરી હતી. સૂર્યકુમાર યાદવના 112 રનની મદદથી ભારતીય ટીમે 5 વિકેટના નુકશાન સાથે 228 રનનો સ્કોર બનાવ્યો હતો.ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલા બેટ્સમેનોના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ભારતીય બોલરોએ પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ.