સંત સરોવર છલકાવાની તૈયારી…

0
1745

પાટનગરમાં સાબરમતી નદી પર બાંધવામાં આવેલા સંત સરોવરની સપાટી 55.30 મીટર પહોંચ્યા પછી સરોવરમાં પાણીની આવક બંધ થઇ ગઇ છે. સરોવર છલોછલ થવામાં હવે માત્ર 0.20 મીટર બાકી રહ્યું છે. મતલબ કે સપાટી 96 ટકા પર પહોચી ગઇ છે. જ્યારે ગાંધીનગરમાં મોસમનો વરસાદ 78 ટકા પર પહોંચ્યો છે. જોકે જિલ્લાનો વરસાદ 94 ટકા થયો છે.

સંત સરોવરની ઉપરના ભાગે માણસા તાલુકામાં આવેલા લાકરોડા વિયરમાંથી પાણી છોડવાનું બંધ કરીને આ વિયરને પણ છલોછલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ઉપરવાસ ભારે વરસાદ થાય અને ધરોઇ જળબંધમાંથી પાણી છોડવામાં આવે અથવા સંત સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં વ્યાપક વરસાદ થાય, તે પ્રમાણે સંત સરોવરની સપાટીમાં વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here