સંસદસભ્યોના પગાર-ભથ્થાંમાં 30 ટકા ઘટાડાનો ખરડો રાજ્યસભામાં રજૂ

0
1373

સંસદસભ્યોના પગાર-ભથ્થાંમાં ૩૦ ટકા ઘટાડો કરવાની જોગવાઈનો ખરડો ગઈ કાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન જી. કિશન રેડ્ડી તેમ જ સંસદીય બાબતો, ખાણકામ અને કોલસા ખાતાના પ્રધાન પ્રહલાદ જોશીએ રજૂ કરેલા ખરડાને રાજીવ સાતવે સમર્થન આપ્યું હતું. જી. કિશન રેડ્ડીએ આ ખરડો ગૃહપ્રધાન અમિત શાહ વતી રજૂ કરતા હોવાનું જણાવતાં તમામ સંસદસભ્યોને ૨૦૨૦ની ૧ એપ્રિલથી ૨૦૨૧ના માર્ચ મહિના સુધી પ્રધાનોના પગાર-ભથ્થાંમાં ૩૦ ટકા કાપ મૂકવાનો ખરડો સર્વાનુમતે પસાર કરવાનો અનુરોધ કર્યો હતો.

સેલરીઝ અૅન્ડ અલાવન્સીસ ઑફ મિનિસ્ટર્સ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ અને સેલરીઝ, અલાવન્સીસ અૅન્ડ પેન્શન ઑફ મેમ્બર્સ ઑફ પાર્લામેન્ટ બિલ, ૨૦૨૦ને અનુમોદન આપતાં રાજીવ સાતવે જણાવ્યું હતું કે ‘હાલના સંજોગોમાં કેન્દ્ર સરકારે લોકપ્રતિનિધિઓના પગાર-ભથ્થામાં વધારે કાપ મૂકવા વિશે પણ વિચારવું જોઈએ. પગાર-ભથ્થાં રૂપે ફક્ત એક રૂપિયો લેવાની દરખાસ્ત વિશે પણ વિચારવું જોઈએ. જોકે સંસદસભ્યોને એમના મતક્ષેત્રોની કલ્યાણ યોજનાઓનાં કામો માટે મેમ્બર્સ ઑફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના ફન્ડની ફાળવણી યથાવત્ રાખવી જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here