‘સર્કસ’ને ધાર્યું કલેક્શન ન મળતાં થિયેટરમાંથી હટાવવામાં આવી

0
291

ડિરેક્ટર રોહિત શેટ્ટીની ગયા શુક્રવારે રિલીઝ થયેલી ‘સર્કસ’ને ધાર્યું કલેક્શન ન મળતાં આ ફિલ્મને થિયેટરમાંથી હવે હટાવવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને વરુણ શર્મા ડબલ રોલમાં છે. ફિલ્મમાં તેમની સાથે પૂજા હેગડે, જૅકલિન ફર્નાન્ડિસ, જૉની લીવર, સંજય મિશ્રા, સિદ્ધાર્થ જાધવ અને વ્રજેશ હીરજી પણ લીડ રોલમાં છે. કૉમેડિયન્સથી ભરપૂર આ સ્ટારકાસ્ટ પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં નિષ્ફળ થઈ હોય એવું લાગી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતનાં અનેક થિયેટરમાંથી ફિલ્મને હટાવવામાં આવી છે. વીક-એન્ડમાં પણ ફિલ્મને કોઈ ખાસ બિઝનેસ નથી થયો. આ ફિલ્મે ત્રણ દિવસમાં ૨૦.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ આ ​ફિલ્મનો બિઝનેસ બહાર નથી આવી રહ્યો.