સહાય ફાઉન્ડેશન દ્વારા ‘શ્રી રામ પાદુકા શોભાયાત્રા‘નું આયોજન

0
203

સહાય ફાઉન્ડેશન દ્વારા અયોધ્યાથી પૂજા કરી લવાયેલ ભગવાન શ્રી રામની પાદુકાઓ અને અંબાજી થી લવાયેલ પવિત્ર જ્યોતને ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કેસરિયા ગરબા મહોત્સવ સ્થળે લાવી સ્થાપન કરાશે.
————
તા. ૧૫ ઓક્ટોબર, રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે સુશોભિત બગી સાથે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય રીટાબેન પટેલના નિવાસસ્થાનેથી થશે.
————
સહાય ફાઉન્ડેશન દ્વારા અયોધ્યાથી પૂજા કરી લવાયેલ ભગવાન શ્રી રામની પાદુકાઓ અને અંબાજી થી લવાયેલ પવિત્ર જ્યોતને
તા.૧૫ ઓક્ટોબરના રોજ ભવ્ય શોભયાત્રા સ્વરૂપે કેસરિયા ગરબા મહોત્સવ સ્થળે લાવી સ્થાપન કરવાનું આયોજન કરાયું છે. ધારાસભ્ય રીટાબેન પટેલના નિવાસસ્થાનેથી સુશોભિત બગી સાથે ભવ્યાતિભવ્ય ‘શ્રી રામ પાદુકા શોભાયાત્રા‘નું પ્રસ્થાન તા. ૧૫ ઓક્ટોબર, રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે થશે જે પંચદેવ મંદિર (સે.૨૨), હવેલી મંદિર (સે.૨૧), સિદ્ધિ વિનાયક મંદિર (સે.૨૧), ચ-૬ સર્કલ, વૈજનાથ મહાદેવ મંદિર, ઘ-૬ સર્કલ, ઘ-૫ સર્કલ, હનુમાનજી મંદિર (સે.૧૭) થઈ કેસરિયા ગરબા મહોત્સવ, રામકથા મેદાન સે.૧૧ ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રાનું સમગ્ર રૂટમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાશે