સાઈના નેહવાલ પર બનનારી બાયોપિકનો ફર્સ્ટ લુક જાહેર

0
1325

ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ પર બાયોપિક બની રહી છે. આ ફિલ્મમાં બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાનું પાત્ર ભજવી રહી છે. જેને પગલે સાઈના નેહવાલે ખુદ પોતાના ઇન્સ્ટેગ્રામ એકાઉન્ટમાં પરિણીતી ચોપરાનો ફોટો શેર કર્યો હતો અને તેને અને ટીમને શુભેચ્છા પાઠવી હતી અને પરિણીતી ચોપરા માટે સ્પેશિયલ મેસેજ લખ્યો હતો.

સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શૂટિંગ 11 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. સાઈનાએ પરિણીતીની તસવીર શૅર કરીને લખ્યું હતું કે તે આ યાત્રાની સાથે મળીને રાહ જોઈ રહી છે. તે સાઈના નેહવાલ બાયોપિક ટીમને શુભેચ્છા પાઠવે છે. આ પોસ્ટ પર પરિણીતીએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે તે ઘણી જ નર્વસ છે. આ ફિલ્મને અમોલ ગુપ્તે ડિરેક્ટ કરી રહ્યાં છે અને ભૂષણ કુમાર પ્રોડ્યૂસર છે. ફિલ્મમાં કોચ ગોપીચંદની ભૂમિકામાં માનવ કૌલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here