સિંગાપોરમાં ઉદ્યોગપતિઓને મળ્યા PM મોદી : ભારતમાં આ સ્થળે રોકાણ કરવા કર્યું સૂચન

0
97

સિંગાપોરની ટોચની કંપનીઓના નેતાઓ સાથેની બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું, “જો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર છે, તો તે ભારતમાં છે. રોકાણકારોએ એરપોર્ટના વિકાસમાં રોકાણ કરવા માટે ભારતમાં આવવું જોઈએ.” જેમા તેમણે ખાસ જગ્યાનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી સિંગાપોરની બે દિવસીય મુલાકાતે છે. અહીં ઉદ્યોગપતિઓને મળતાં PM મોદીએ તેમને ભારત આવવા અને કાશીમાં રોકાણ કરવા કહ્યું હતું. બંને દેશોના ટોચના નેતાઓએ રાજકીય ભાગીદારી સુધારવા માટે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. PM મોદીએ સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધારવાના ઉપાયો પર ચર્ચા કરી. PMની આ મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે વિશેષ મહત્વ ધરાવે છે.

સિંગાપોરના વડા પ્રધાન સાથેની PM મોદીની બેઠક દરમિયાન, દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે થયેલા કરારમાં ડિજિટલ ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર, મેડિકલ સેક્ટર અને શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસના મુદ્દા સામેલ છે.