સુપર કિલર રુદ્રમ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ….

0
180

ચીન અને પાકિસ્તાનને પહોંચી વળવા માટે ભારતે એક એવી મિસાઈલ બનાવી લીધી છે જે રડારમાં પણ પકડી શકાય નહીં. આ પોતાની સાથે 200 કિલો પેલોડ લઈને દુશ્મનોને તબાહ કરી શકે છે.સ્વદેશી ટેક્નોલોજીથી વિક્સિત રુદ્રમ 2 મિસાઈલ એર ટુ સરફેસ મિસાઈલ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મિસાઈલ ફાઈટર જેટથી જમીન પર રહેલા ટાર્ગેટને તબાહ કરવા માટે બનાવવામાં આવી છે. પોતાના પરીક્ષણમાં આ મિસાઈલે સફળતાપૂર્વક લક્ષ્ય ભેદ્યો.DRDO એ રુદ્રમ 2 મિસાઈલનું આ પરીક્ષણ ભારતીય વાયુસેનાની સાથે મળીને કર્યું. વાયુસેનાના Su-30 MK-I ફાઈટર જેટે આજે સવારે 11.30 વાગે મિસાઈલને સમુદ્રમાં બનેલા ટાર્ગેટ પર છોડીને નષ્ટ કર્યો. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ટેસ્ટિંગ દરમિાયન રડાર, ટેલેમેટ્રી સ્ટેશન, અને સેટેલાઈટ દ્વારા તેના માર્ગની નિગરાણી કરાઈ હતી. આ સાથે જ બંગાળની ખાડીમાં તૈનાત નેવીના જહાજોએ મિસાઈલ ટેસ્ટ પર નજર રાખી.