સુપરસ્ટાર રજનીકાંત ઋષિકેશમાં આધ્યાત્મિક યાત્રા પર…..

0
313

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં તેઓ તેમની અંગત જીવનશૈલીને કારણે હેડલાઇન્સમાં છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ રસ્તાના કિનારે બેસીને પત્તલમાં સાદું ભોજન લેતા જોવા મળે છે. આ તસવીર જોઈને તેમના ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તેમણે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોકે, હકીકત કંઈક અલગ જ છે.રજનીકાંત હાલમાં ઉત્તરાખંડની શાંત અને આધ્યાત્મિક જગ્યાઓમાં સમય વિતાવી રહ્યા છે. શનિવારે તેઓ ઋષિકેશ પહોંચ્યા હતા. ઋષિકેશમાં તેમણે સ્વામી દયાનંદ આશ્રમની મુલાકાત લીધી અને ગંગા કિનારે ધ્યાન કર્યું. સાંજે તેઓ ગંગા આરતીમાં પણ જોડાયા, જ્યાં તેમની સાદગી જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ આ આરતીમાં સામેલ થયા હતા. તેમની આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સ્પષ્ટ કરે છે કે રજનીકાંતે ફિલ્મોમાંથી સંન્યાસ લીધો નથી, પરંતુ માત્ર કાર્યમાંથી વિરામ લીધો છે.