સેક્ટર-2માં પાર્લરના સંચાલકને 6500 ઓનલાઇન પેમેન્ટ કરાવી ગઠિયા ફરાર

0
228

સેક્ટર 2માં પાર્લર ચલાવતા વેપારીને ધુતારા ઠગી ગયા હતા. કેડબરી કંપનીના એક્ઝુક્યુટીવની ઓળખ આપી તપાસમાં આવ્યા હોવાની વાત કરી હતી. જ્યારે વેપારીને ફ્રીજ નહિ આપવામાં આવતા માલ નહિ લેતો હોવાનુ જણાવતા કહ્યું હતું કે, તમે 6500 રૂપિયામા ફ્રીજ મળશે. કેશ માગતા ઓનલાઇન પેમેન્ટ કર્યુ હતુ. ત્યારબાદ બે ધુતારા ફરાર થઇ ગયા હતા. આ બનાવને લઇ વેપારીએ પોલીસમા બંને આરોપીઓ સામે અરજી કરી હતી.

મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 2સી ખાતે પાર્લર ચલાવતા પ્રાણેશ વિષ્ણુભાઇ જાનીને ગઠિયા ભટકાઇ ગયા હતા. મંગળવારે સવારના સમયે પાર્લર ઉપર હાજર હતા, તે દરમિયાન બે લોકો કાર લઇને આવ્યા હતા. જેમા એક કાઠીયાવાડી અને એક ઉત્તર ગુજરાતની ભાષામા વાત કરતો હતો. બંને ઠગ આવીને વેપારીએ કહેવા લાગ્યા હતા કે, અમે કેડબરી કંપનીમાંથી આવીએ છીએ અને અમે રુટીન ચેકિંગમાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.

જ્યારે દુકાનદારને તમારી દુકાને સામાન સમયસર આવી જાય છે કે કેમ ? તે બાબતે પૂછપરછ કરતા કહ્યુ હતુ કે, મને ફ્રીજ આપવામા આવતુ નથી એટલે હુ સામાન લેતો નથી. ત્યારબાદ તમને ફ્રીજ મળી જશે. જ્યારે કંપનીનો માણસા ફોટા અને ફ્રીજ આપી જશે. પરંતુ તમારે 6500 રુપિયા આપવા પડશે તેમ કહેતા નાણાંની માંગણી કરી હતી.

પરંતુ કેશ નહિ હોવાથી ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. રુપિયા ટ્રાન્સફર થઇ ગયા પછી સુરેશભાઇ નામનો વ્યક્તિ ફ્રીજ આપવા આવશે તેમ કહીને ગયા પછી બંને ઠગ નિકળી ગયા હતા અને ત્યારપછી ફોન કરવામા આવતા સ્વીચ ઓફ આવતો હતો.

આ બનાવને લઇ વેપારીએ ઠગ લોકો સામે ફરિયાદ કરવા અરજી આપી હતી. જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સામાં વધારો થયો છે. સસ્તામાં ફ્રિજ આપવાનું કહી વેપારી પાસેથી નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જેના પગલે વેપારીએ પોલીસમાં અરજી આપી છેતરપિંડી આચરનારા સામે પગલાં લેવા માગ કરી હતી.