સૈફ અલી ખાને કરીના કપૂરના નામનું ટેટૂ કેમ કરાવ્યું…..???

0
99

કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડનું પાવર કપલમાંથી એક છે. તેમના લગ્નને લગભગ 12 વર્ષ થયા છે. બંનેએ લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાયા હતા. તમે જો ક્યારેક ધ્યાનથી જોયું હશે તો તમને સૈફના હાથ પર કરીનાના નામનું ટેટૂ જોયું હશે.સૈફ અલી ખાને લગ્ન પહેલા આ ટેટૂ કરાવ્યું હતું. જોકે આની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. કરીના કપૂરે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં ખુલાસો કર્યો કે સૈફ અલી ખાને કેમ ટેટૂ કરાવવાનું નક્કી કર્યું હતું.કરીના અને કરિશ્મા બંને કપૂર સિસ્ટર્સ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં ગેસ્ટ તરીકે આવશે. શોનો એક પ્રોમો પણ સામે આવ્યો છે, જેમાં કરીના કપૂર પતિ સૈફ અલી ખાન વિશે વાત કરતી જોવા મળે છે.