સોનાક્ષીએ પહેલી તેલુગુ ફિલ્મ જટાધરાનું શૂટિંગ શરૂ કર્યું….

0
62

સોનાક્ષી સિંહાએ ઓટીટી ફિલ્મ અને વેબ સિરીઝ બાદ હવે તેલુગુ ફિલ્મોમાં હાથ અજમાવ્યો છે. સોનાક્ષીની પહેલી તેલુગુ ફિલ્મ જટાધરાનું પોસ્ટર તાજેતરમાં જાહેર થયું છે. આ પોસ્ટરમાં સોનાક્ષીના લાંબા નખ સાથે ગળામાં હાર, હાથમાં પાટલા છે. સોનાક્ષીએ આ ફિલ્મને નારીશક્તિના ઉદય સમાન ગણાવી હતી. 14 ફેબ્રુઆરીએ હૈદરાબાદ ખાતે ‘જટાધરા’નું શૂટિંગ શરૂ થયુ હતું. ફિલ્મમાં સોનાક્ષીની સાથે સુધિર બાબુ છે. સોનાક્ષી છેલ્લે ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળી હતી. ઝહીર ઈકબાલ સાથે લગ્ન બાદ સોનાક્ષી માટે ‘જટાધરા’ પહેલી ફિલ્મ છે. હિન્દી ફિલ્મોમાં સોનાક્ષીને ખાસ ઓફર નહીં મળતી હોવાથી તેણે સાઉથની દિશા પકડી હોવાનું કેટલાક લોકો માને છે. જ્યારે કેટલાકના મતે બોલિવૂડમાં સફળતાનો માર્ગ સાઉથની ઈન્ડસ્ટ્રીમાંથી આવી રહ્યો છે. સોનાક્ષીએ સમય અને સંજોગો પ્રમાણે પોતાની સ્ટ્રેટેજી બદલી છે.