સોશ્યલ મીડિયા પર ખાન ફૅમિલી વાઇરલ

0
1502

સોશ્યલ મીડિયા પર શાહરુખ ખાનની ફૅમિલી હાલમાં વાઇરલ થઈ છે. શાહરુખની પત્ની ગૌરીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફૅમિલી ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેમની સાથે આર્યન, સુહાના અને અબરામ પણ જોવા મળી રહ્યાં છે. ફોટો શૅર કરી ગૌરીએ કૅપ્શન આપી હતી કે એક જ ફ્રેમમાં યાદોને કેદ કરી રહી છું.
આ ફોટો તેમના હૉલીડે સમયનો છે. ફોટો પર કમેન્ટ કરતાં શાહરુખે લખ્યું હતું કે ‘સમયની સાથે મેં એક સારું ઘર બનાવ્યું છે. ગૌરીએ ઘરને ઘર લાયક બનાવ્યું છે, પરંતુ મને ખરેખર લાગે છે કે અમે બન્નેએ ખૂબ જ સારા બાળકોને જન્મ આપ્યો છે.’ તેમનો આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. તેમના ચાહકોની સાથે ગૌરીને બેસ્ટ ફ્રેન્ડ સુઝૅન ખાન સહિત ઘણી સેલિબ્રિટીઝ એને લાઇક અને કમેન્ટ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here