હંદવાડામાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં પાંચ જવાન શહીદ

0
1450

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષાદળના પાંચ જવાન શહીદ થઈ ગયા છે. જેમાં એક કર્નલ, એક મેજર, બે જવાન અને એક પોલીસ અધિકારી સામેલ છે. જ્યારે બે આતંકીઓ પણ ઠાર મરાયા છે. હંદવાડામાં હાલ પણ એન્કાઉન્ટર ચાલું છે.
છંગમુલ્લા વિસ્તારમાં 5 થી 6 આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. 24 તારીખે પાક અધિકૃત કાશ્મીરથી આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. જેના બાદ સુરક્ષા દળોએ એ વિસ્તારમાં ઓપરેશન ચલાવ્યું હતું. આ આતંકીઓ સાથે સુરક્ષાદળોની ત્રીજી વખત અથડામણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here