ગુજરાતના દરિયાકાંઠા નજીક 20 ભારતીય ક્રુ મેમ્બર્સ સાથેના જહાજ પર ડ્રોન હુમલો

0
208

ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયન-ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હિંદ મહાસાગરમાં એક વેપારી જહાજમાં વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર છે. એક મેરીટાઇમ એજન્સીએ માહિતી આપી છે કે ડ્રોન હુમલાના કારણે જહાજમાં વિસ્ફોટ થયો હતો.આ ઘટનામાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી 200 નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજનું ઈઝરાયેલ સાથે કનેક્શન હતું અને તે ભારત આવી રહ્યું હતું. હુતીઓએ જાહેરાત કરી હતી કે તેઓ ઇઝરાયેલ સાથે જોડાયેલા કોઈપણ જહાજને નિશાન બનાવશે. હવે ભારતીય દરિયાકાંઠે ડ્રોન હુમલા બાદ આશંકા હુતીઓ તરફ જઈ રહી છે. આ હુમલાની હજુ તપાસ ચાલી રહી છે. આ જહાજને અત્યંત સાવધાની સાથે આગળની મુસાફરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. ડ્રોન હુમલા બાદ ભારત આવતા જહાજમાં આગ ફાટી નીકળી હતી.