હું સ્ટાર-કિડ ન હોવાથી મને બૉલીવુડમાં સપોર્ટ નહોતો મળ્યો : પ્રિયંકા

0
355

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તે નેપો બેબી ન હોવાથી તેને બૉલીવુડમાં કોઈ સપોર્ટ નહોતો મળ્યો. એક સમય એવો હતો કે તેની ફિલ્મો સતત ફ્લૉપ જતી હતી અને તે ખૂબ ચિંતિત થઈ ગઈ હતી. તાજેતરમાં જ તેણે ખુલાસો કર્યો કે શું કામ તેને બૉલીવુડ છોડીને હૉલીવુડમાં જવું પડ્યું છે. તેણે અમેરિકન પૉપ સ્ટાર નિક જોનસ સાથે લગ્ન કરી લીધાં છે. બન્ને સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ બન્યા છે. હવે પ્રિયંકા હસબન્ડ અને દીકરી સાથે ભારત આવી છે. ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળવા વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘હું ખૂબ ડરી ગઈ હતી જ્યારે મારી છ ફિલ્મો સફળ ન થઈ. હું નેપો બેબી ન હોવાથી મને બૉલીવુડ ફિલ્મો માટે જેવા પ્રકારનો સપોર્ટ મળવો જોઈએ એવો નહોતો મળ્યો. પેઢ દર પેઢીના ઍક્ટર્સ આવે છે અને જે લોકો બહારથી આવે છે તેમના કરતાં તેમને અઢળક તકો મળે છે. તમારી પાસે એવા કોઈ અંકલ નથી હોતા જે તમારી છેલ્લી ફિલ્મ ફ્લૉપ થવા છતાં પણ તમારા માટે ફિલ્મ બનાવે.ફિલ્મો ફ્લૉપ ગઈ ત્યારે મમ્મીએ કઈ સલાહ આપી હતી એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘હું ખૂબ ગભરાઈ ગઈ હતી. મારી મમ્મી પણ ડરી ગઈ હતી. તેણે મારી પાસે આવીને કહ્યું કે તું જલદી જ ૩૦ની થઈ જઈશ. ઇન્ડસ્ટ્રી માટે આ મોટી ઉંમર ગણાય છે. તેમને તો વીસ વર્ષની યુવતીઓ સાથે કામ કરવું હોય છે. એથી જો તારે ટકી રહેવું હોય તો તારે આવકના અન્ય સ્રોત વિશે વિચારવું જોઈએ.’