હુમા કુરેશીએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી …

0
145

હુમા કુરેશીએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે, જેનું નામ ‘બયાન’ છે. આ એક પોલીસ ઇન્વેસ્ટિગેશન આધારિત ફિલ્મ હશે, જેમાં હુમા લીડ રોલમાં જોવા મળશે. એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર શિલાદિત્ય બોરા આ ફિલ્મ પ્રોડયુસ કરશે. ચૌરંગા ફિલ્મ માટે જાણીતા ડિરેક્ટર બિકાસ મિશ્રાની આ ફિલ્મ લોસ એન્જેલસમાં ફિલ્મ ઇન્ડિપેન્ડન્ટ દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

હુમા કુરેશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ અંગે જાહેરાત કરી હતી. તેણે લખ્યું,“હું જે ફિલ્મ વિશે ઉત્સાહમાં છું એવી લોસ એન્જેલસના ફિલ્મ ઇન્ડિપેન્ડન્ટ દ્વારા ડેવલપ થયેલી ફિલ્મ ‘બયાન’નું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ એક રેર કોમ્બિનેશન છે –એક જોરદાર સ્ક્રિપ્ટ, ટૅલેન્ટેડ ક્રૂ અને કામ માટે તેમનું સંપૂર્ણ ડેડિકેશન. એકબીજાને કામ કરવા પ્રેરે તેવી ઊર્જા, બિકાસ મિશ્રા દ્વારા ડિરેક્ટ થઈ અને શિલાદિત્ય બોરા, મધુ શર્મા, કુલાન કુમાર અંશુમન સિંઘ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.”

હુમાએ આગળ લખ્યું છે,“આ ફિલ્મને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રોટેરડામના હ્યુબર્ટ બોલ્સ ફંડનો સહકાર મળ્યો છે, તેમજ લોસ એન્જેલસના ફિલ્મ ઇન્ડિપેન્ડન્ટના ગ્લોબલ મીડિયા મેકર્સ પ્રોગ્રામ ખાતે તે ડેવલપ કરવામાં આવી છે. રેસિડન્સી કોર્ષ દરમિયાન બિકાસને ક્રેગ મેઝિન દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને લેખક જેફ સ્ટોકવેલ તેમજ એડિટર રુથ એચકિન્સન દ્વારા તેને સૂચનો કરવામાં આવ્યા છે.”

આ ફિલ્મમાં રાજસ્થાનના સુંદર દૃશ્યોમાં આકાર લેતી એક પિતા પુત્રીની કથા રજૂ કરાશે. જેમાં એક મહિલા ડિટેક્ટિવ રુહી તેના જીવનના પહેલા કેસ માટે રાજસ્થાન જાય છે. ત્યાં વહીવટી તંત્રમાં ઊંડે સુધી પેસેલી બદીઓનો સામનો કરે છે. આ ફિલ્મમાં ચંદ્રચૂડ સિંહ અને સચિન ખેડેકર પણ જોવા મળશે.