હુમા કુરેશીને પ્રશંસા અપાવાનારી વેબ સિરિઝ મહારાનીની ત્રીજી સિઝન આવી રહી છે

0
313

હુમા કુરેશીને નોન ગ્લેમરસ રોલમાં ભરપૂર પ્રશંસા અપાવાનારી વેબ સિરિઝ મહારાનીની ત્રીજી સિઝન આવી રહી છે. પ્રથમ બે સિઝનમાં ધીમી પણ મક્કમ ગતિએ મજબૂત બનેલું હુમા કુરેશીનું કેરેક્ટર એટલે કે રાની ભારતી ત્રીજી સિઝનમાં વધારે નિખર્યું હોય તેમ લાગે છે. ‘મહારાની 3’ના ટીઝરમાં વધારે ઈન્ટ્રેસ્ટિંગ અને દમદાર સ્ટોરીની શક્યતા વધારી છે. ટીઝરની સાથે કેપ્શનમાં કહેવાયું છે કે, પરીક્ષા કી તૈયારી હૈ જારી, ફિર આ રહી હૈ ‘મહારાની’.

સોની લિવ દ્વારા સોશિયલ મીડિયા પર ‘મહારાની’નું ટીઝર શેર થયું છે. ટીઝરની શરૂઆતમાં ઓછા ભણતર બદલ રાની ભારતીની મજાક થતી હોવાનું બતાવાય છે. રાની ભારતી ગ્રેજ્યુએટ થવાનો નિર્ધાર કરે છે. રાની ભારતીનું એલાન છે કે, તે જ્યારે ચોથું પાસ હતી ત્યારે પણ તમામ દુશ્મનોને તકલીફમાં મૂક્યા હતા. હવે જરાક વિચારો, ભણતર પૂરું થશે પછી તેમની કેવી હાલત થશે. ‘મહારાની’ની અગાઉની બંને સિઝનમાં હુમાએ જ રાની ભારતીનો રોલ કર્યો હતો. સરળ ગૃહિણીમાંથી મુખ્યમંત્રી સુધીની સફર અને ત્યારબાદ રાજકીય આંટી-ઘૂંટીઓ વચ્ચે પ્રજાલક્ષી કામગીરીએ રાની ભારતીને લોકપ્રિય બનાવી હતી. રાજકીય દુશ્મનીના પગલે જ રાની ભારતીને જેલવાસ ભોગવવો પડે છે અને ત્યારથી નવી સિઝન આગળ વધે છે.