હોટ સીટ પર ઓલિમ્પિયન મનુ ભાકરે અમિતાભ બચ્ચનને સંભળાવ્યો ડાયલોગ

0
127

મનુ ભાકરે માત્ર 22 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચી દીધો છે. તેમણે 2024માં પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. હાલમાં મનુ ભાકર અમિતાભ બચ્ચનના કેબીસી 16માં પહોંચી હતી. જેનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતી આખા દેશમાં ચર્ચા થનાર ઓલિમ્પિયન મનુ ભાકર અમિતાભ બચ્ચનો શો કૌન બનેગા કરોડ પતિ સીઝન 16માં આવી હતી. હોટ સીટ પર બેસી મનુ ભાકરનો પ્રોમો વીડિયો સોની ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં મનુ ભાકર અમિતાભ બચ્ચનની સામે તેની ફિલ્મના ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. કેબીસી 16નો આ શો 5 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર મનુ ભાકરનો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મનુ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ મોહબ્બતેનો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. સોની ટીવીએ મનુ ભાકરનો આ એપિસોડનો વીડિયોની ક્લિપ શેર કરતા કહ્યું આવી રહી છે દેશની શાન મનુ ભાકર કેબીસીમાં સૌનું દિલ જીતવા,શોમાં મનુ સાથે કુશ્તીમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ અમન સહેરાવત પણ જોવા મળી રહ્યો છે.